Just Relex

હસીને હળવા થઇએ
ચોર તિજોરી તોડવા જતો’તો ત્યાં તેના પર લખેલું વંચાયું – "તોડવાની જરૂર નથી, બાજુનું બટન દબાવો, તિજોરી ખુલી જશે."
ચોરે બટન દબાવ્યું, સાયરન વાગી અને તે પકડાઈ ગયો.
કૉર્ટમાં જજે તેને પૂછ્યું, ‘તારે તારી સફાઈમાં કંઈ કહેવું છે ?’
ચોરે ગળગળા સ્વરે કહ્યું, :-
‘સાહેબ હવે માણસાઈ પરથી મારો તો વિશ્વાસ જ ઉઠી ગયો…!!’

*******************************************************

ટીચર (અંકુરને) : તારો જન્મ ક્યાં થયો હતો ?
અંકુર : જી મેમ, તિરુવનંતપુરમમાં.
ટીચર : ઠીક છે, અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ કહે.
અંકુર : સોરી મેમ,
હું ગોવામાં જન્મ્યો હતો. સ્પેલિંગ બોલું ?

*******************************************************

મોન્ટુ : લગ્ન પછી હું લાખોપતિ બને ગયો.

પિન્ટુ : અચ્છા, તો એમાં ચિંતા કરવા જેવું શું છે ?

મોન્ટુ : અરે યાર, લગ્ન પહેલાં હું કરોડપતિ હતો.

*******************************************************

શિક્ષિકા : મનિયા, ‘મોંમાં પાણી આવી ગયું’ એ રૂઢિપ્રયોગ વાપરીને એક વાક્ય બોલ.
મનિયો : જેવું મેં ઓટોમેટિક નળ નીચે મોં ધર્યું કે તરત મોંમાં પાણી આવી ગયું.

*******************************************************

ડૉક્ટરે દર્દીને કહ્યું, ‘તમારું વજન કેટલું છે ?’
દર્દી : ચશ્મા સાથે ૬૫ કિલો
ડૉક્ટર : અને ચશ્મા વગર ?
દર્દી : ચશ્મા વગર તો દેખાતું જ નથી !

*******************************************************

No comments:

Post a Comment