Short Story

પ્રભુનાં દર્શન

એક વખત ગુરૂ પોતાના શિષ્ય સાથે જાણીતા મંદિર પાસેથી કારમાં પસાર થઈ રહ્યા હતા. 
મંદિરની બહાર દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી હતી. કેટલાક લોકો પગમાં ચપ્પલ વિના ઉભા હતા. એ મંદિરમાં દર્શનનો મહિમા બહુ હોવાથી પગપાળા લોકો ચાલીને આવતા હતા. કેટલાક તો રોડ પર આળોટતા આવ્યા હતા. લોકો કલાકોથી દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા. 
આ બધાને જોઈને શિષ્ય દયાભાવે ગુરૂને પ્રશ્ન કર્યો. ગુરૂજી ભગવાનના આ ભક્તો આટલુ કષ્ટ કેમ વેઠી રહ્યા છે. છતા ઈશ્વર દર્શન આપવામાં આટલી પરીક્ષા કેમ કરે છે ? ઈશ્વર નિર્દયી કેમ બને છે. 

ગુરૂજીએ શિષ્યની વાતનો કોઈ જવાબ ન આપ્યો. 
તેમણે કાર સાઈડમાં ઉભી રાખવા ડ્રાઈવરને સૂચના આપી અને શિષ્યને કહ્યુ, હુ રાહ જોઉ છુ તુ આ દર્શન માટેની લાઈનમાં ઉભા રહેલાઓને જઈને પૂછી આવ કે એ લોકો અહી લાઈનમાં કેમ ઉભા છે. શિષ્યને ગુરૂજીની વાત જરા વિચિત્ર લાગી. તેણે કહ્યુ દર્શન માટે જ સ્તો ઉભા છે ને. ગુરૂજીએ કહ્યુ, હા તુ જ્યારે તેમને પ્રશ્ન પૂછીશ તો તેઓ પણ પહેલા આવો જ જવાબ આપશે,પણ તુ જરા ધીરજપૂર્વક તેમની સાથે વાત કરજે અને પછી મને આવીને કહેજે. શિષ્યને આ અજબ લાગ્યુ. પણ કરે શુ શકાય ગુરૂની આજ્ઞા છે. એટલે એ લાઈનમાં ઉભેલા લોકો પાસે પહોંચી ગયો.
તેણે જ્યારે ત્યા ઉભેલા ભક્તોને પ્રશ્ન કરવા લાગ્યો ત્યારે પહેલા તો દરેક વ્યક્તિએ એમ જ કહ્યુ કે પ્રભુના દર્શન કરવા આવ્યો છે. પણ શિષ્ય જેમ જેમ વાત કરતો ગયો તેમ તેમ તેણે જાણવા મળ્યુ કે.....
કોઈ નોકરી માટે, કોઈ પોતાના પર ચાલી રહેલ કેસ માટે તો કોઈ લગ્ન માટે. કોઈ છુટાછેડા માટે કોઈ પોતાની માનતા પુરી કરવા તો કોઈ માંગણી પુરી થાય એ માટે માનતા માનવા આવી હતી. 

થોડા કલાકો પછી શિષ્ય પોતાના ગુરૂ પાએ આવ્યો તો ગુરૂજીએ તેની સામે સ્મિત કરી રહ્યા હતા. શિષ્યે કારમાં બેસતાવેત જ અકળાઈને કહ્યુ, બધા કોઈને કોઈ દુ:ખમાંથી મુક્તિ કે પછી સુખ સચવાય રહે એ માટે આવ્યા છે. ગુરૂજીએ જરાપણ વિચલિત થયા વિના શાંત ચિત્તે જવાબ આપ્યો, ભાઈ હવે તુ જ કહે કે જો કોઈને ઈશ્વરના દર્શન જોઈતા જ નથી તો ઈશ્વરના દર્શન તેમને ક્યાથી થાય. જો કે ઈશ્વરે દર્શન આપવાની જરૂર જ નથી. કારણ કે ઈશ્વર તો દર્શન દઈ જ રહ્યો છે. પણ કોઈને આમાથી કોઈને તેમની સામે જોવાની ફુરસત નથી. 

આપણે પણ નવા વર્ષના દિવસે મંદિરમાં કે પછી પોતાના ઘરના મંદિરમાં હાથ જોડીને આપણા અને આપણા સ્વજનો માટે માંગણી કરતી પ્રાર્થનાઓ કરીએ જ છીએ ને.. જો કે આને પ્રાર્થના કરતા યાચના કહેવી વધુ યોગ્ય રહેશે. કારણ કે પ્રાર્થના તો ઈશ્વર સાથે સંવાદ છે. ભક્તનુ હ્રદય જ્યારે ભાવથી ભરાઈને છલકાય જાય છે ત્યારે પ્રાર્થના શબ્દો બની વહે છે. પ્રાર્થના તો ભીતરના મૌનનુ બોલકુ સ્વરૂપ છે. ભક્તોએ પણ પોતાના ભગવાન પાસે માંગણીઓ કરી છે પણ તેમની માંગણી આપણી માંગણી જેવી સંપત્તિ. મિલકત કે દુ:ખના અભાવ અને સુખના અંબારની નથી
_ _ _ _ _ _ _ _ _


THE POWER OF COMMON MAN
“એક અસામાન્ય સમોસાવાળો”
આજનુ ભારત ઘણું જ અદભુત છે. કઈ કહેવાય નહિ ક્યારે તમને કેવી અજબ ગજબ વ્યક્તિ મળી જાય. વાત જાણે એમ છે કે, મારી નોકરી તરફથી ઘરે જવાની ટ્રેનની એ મુસાફરીની વાત છે.
હું ૧૮.૫૦ કલાકે ચર્ચગેટથી ટ્રેનમાં બેઠો, જ્યારે ટ્રેન મરીન લાઇન છોડવાની તૈયારીમાં જ હતી અને ત્યાં એક સમોસાવાળૉ ખાલી બાસ્કેટ લઇને ત્યાં આવ્યો અને મારી બાજુની જ સીટ પર બેઠો.
તે ડબ્બામાં ઘણી છુટી છવાઈ જગ્યા ઉપર ઘણાં બધા લોકો બેઠા હતા. અને તે મારાથી થોડા જ અંતરે બેઠો હતો. મેં એની સાથે વાતો કરવાનું શરૂ કર્યુ.
મેં કહ્યુ, "આજે તમારા બધા જ સમોસા વેચાઇ ગયા લાગે છે.
સમોસાવાળૉ (સ્મિત કરતાં) : હા ભગવાનની દયાથી બધાજ વેચાઈ ગયા.
મેં કહ્યુ : હું ખરેખર એ વિચારથી દુ:ખી થાવ છું કે, તમેં લોકો આવા એકને એક કંટાળાજનક કામથી થાકી નથી જતા ?
સમોસાવાળો : શુ કરીએ સાહેબ? આવા સમોસા જ રોજ વેચીને અમેં દરેક સમોસા દીઠ ૭૫ પૈસા કમીશન મેંળવીએ છે.
મેં કહ્યુ : ઓહ્હ્હ !! ખરેખર ?? તમેં એક દીવસના કેટલા નંગ સમોસા વેચાણ કરો છો ?
સમોસાવાળો : અઠવાડીયામાં કામકાજના દીવસો દરમ્યાન ૪,૦૦૦ થી ૫,૦૦૦ નંગ અને રજાના દીવસોમાં ૩,૦૦૦ નંગ સમોસા એક દીવસમાં વેચાણ કરૂ છું અને હું થોડી વાર માટે કાંઇ જ બોલી ન શક્યો અને એની સામેં અવાક બનીને તાકી જ રહ્યો.
કારણ ફક્ત એટલુ જ કે, “એ માણસનું કહેવુ હતુ કે, તે રોજના ૩,૦૦૦ નંગ સમોસા વેચે છે. એક નંગદીઠ ૭૫ પૈસા કમીશન એટલે તેની રોજની આવક (કમાણી) રૂ.૨,૦૦૦/- છે. તેથી તેની દર મહીનાની ૬૦,૦૦૦ ની કમાણી થાય.
હે ભગવાન ! હવે હું તેની પાસે વાતચીત કરવા લાગ્યો, જે હવે ટાઇમપાસ ન હતો. મેં કહ્યુ : તમેં આ સમોસા જાતે બનાવો છો?
સમોસાવાળો : ના સાહેબ, અમેં સમોસા બનાવનારનાં ત્યાંથી તૈયાર સમોસા મેંળવીએ છે અને ફક્ત તેને વેચીએ છીએ અને પછી માલિકને બધા જ પૈસા આપી દઈએ છે. તેમાંથી એ અમને નંગ દીઠ ૭૫ પૈસાનું કમીશન આપી દે છે. હવે હું આશ્ચ્રર્યચકિત થઈને એક પણ શબ્દ બોલી ન શક્યો, પણ તે સમોસાવાળાએ વાત ચાલુ રાખતા મને કહ્યુ “ પરંતુ સાહેબ એક વાત કહું ?
અમારી આમાંથી મોટા ભાગની બધી જ કમાણી અમારી રહેણીકરણી અને વસવાટના ખર્ચામાં જ જતી રહે છે અને બાકી વધેલા નાણાંમાંથી જ અમેં અમારો બીજો ધંધો ચલાવી શકવા સક્ષમ છીએ.
મેં કહ્યુ : બીજો ધંધો? તમેં બીજો કયો ધંધો કરો છો ?
સમોસાવાળો : જમીનનો ધંધો. “ મેં ૨૦૦૭ માં પાલઘરમાં ૧.૫ એકર જમીન ૧૦ લાખમાં ખરીદી હતી. અને ત્યારબાદ થોડા જ સમયમાં ૬૦ લાખમાં વેચી દીધી હતી. અને હવે મેં ઉમરોલીમાં ૨૦ લાખમાં જમીન ખરીદી છે.
મેં કહ્યુ : તમેં બાકીની રકમ સાથે શું કર્યું?
સમોસાવાળો : બાકી રહેલી રકમમાંથી ૨૦ લાખ મેં મારી છોકરીના લગ્ન માટે રાખ્યા છે. અને બીજા ૨૦ લાખ બેન્કમાં ફીક્સ કર્યા છે.
મેં કહ્યુ : તમે કેટલુ ભણ્યા છો?

સમોસાવાળો : મેં ત્રીજા ધોરણ સુધી ભણીને ચોથા ધોરણમાં ભણતર છોડી દીધુ હતું, પરંતુ હું સારી રીતે વાંચી અને લખી શકુ છું. તમારા જેવા ઘણા લોકો જે સારા કપડા પહેરી ટાઈ લગાવી, નવા બુટ પહેરીને છટાદાર અંગ્રેજી બોલતા હોય અને એર કંડીશનવાળી ઓફીસોમાં નોકરી કરતા હોય છે, પણ મારા માનવા પ્રમાણે તમે લોકો અમારા ગંદા કપડા પહેરતા અને સમોસા વેચતા લોકો કરતા વધારે કમાણી તો નઈં જ કરી શકતા હોવ.
આ સમયે એના આવા પ્રતિભાવ ઉપર હું શું જવાબ આપુ ? કારણ કે, હું એક લાખોપતિ સાથે વાત કરી રહ્યો હતો. અને ત્યાંજ ટ્રેન ખાર સ્ટેશન પર ઉભી રહી. અને સમોસાવાળો તેની જગ્યા પરથી ઉભો થયો અને મને કહ્યુ, “સાહેબ, મારૂ સ્ટેશન આવી ગયુ છે. તમારો આગળનો દિવસ શુભ અને મંગલમય જાય તેવી આશા સાથે આવજો.”
મેં કહ્યુ, “તમારી સંભાળ રાખજો” આનાથી વધારે હું તેને શું કહી શકું ? (અને કદાચ કહી શકુ પણ નહી) એટલે જ કહે છે કે, સામાન્ય માણસોની શક્તિને કદાપી નજર અંદાજ ન કરવી જોઇએ.
ડૉ. અબ્દુલ કલામે પણ કહ્યુ છે કે, છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ ન લે ત્યાં સુધી જ પહેલી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ બુદ્ધીશાળી હોય છે.
                    NEVER UNDER ESTIMATE THE POWER OF COMMON MAN
                                                               _ _ _ _ _ _ _ _ _



ન્યાય પ્રિય દેડકો

બહુ દિવસ પહેલાની વાત છે. નર્મદા નદીને કિનારે એક લીલો દેડકો રહેતો હતો. તે સ્વભાવમાં ખૂબ શાંત સાધુ જેવો હતો. આથી નદીના બધા જીવજંતુ તેનુ માન રાખતા હતા. તેઓ પોતાનો અંદરો-અંદરનો ઝઘડાનો નિર્ણય પણ તેની પાસે જ કરાવતા. જ્યારે નદીમાં પાણી વધી રહ્યુ હતુ ત્યારે ક્યાંકથી એક સાંપ પણ ત્યાં આવી ગયો. નદીમાં આટલી બધી માછલીઓ જોઈને તે ત્યાં જ રહેવા માંડ્યો અને લાગ જોઈને માછલીઓને ખાવા માંડ્યો.

માછલીઓનો પરીવાર નદીમાં ફેલાયેલો રહેતો હતો., આથી બહુ દિવસ સુધી તો એમને પોતાના દોસ્તોના વિનાશની જાણ જ ન થઈ. ધીરે-ધીરે જ્યારે બહુ બધી માછલીઓ ગાયબ થઈ ગઈ ત્યારે નાની માછલીઓને લાગ્યુ કે જરૂર મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે. આમ, માછલીઓમાં ઈર્ષા અને બીકની ભાવના વધવા લાગી. તે નદીમાં ભયને કારણે એકબીજાથી દૂર રહેવા માંડી.

સાંપ માટે તો આ પરિસ્થિતિ વધુ ફાયદાકારક રહી અને તે વધુ ઝડપથી માછલીઓને ખાવા માંડ્યો, હવે માછલીઓની ચિંતા વધવા માંડી. આ સમસ્યાનો હલ શોધવા નાની અને મોટી માછલીઓ લીલા દેડકાં પાસે ગઈ. 

દેડકાંએ બંને પક્ષોની વાત સાંભળી અને કહ્યુ - ' જો તમે બંને નિર્દોષ છો તો એકબીજાથી દૂર કેમ ભાગો છો ? એક સાથે રહો અને સાથે મળીને ખોરાકની શોધમાં નીકળો. જે મળે તે વહેંચીને ખાવ. આવુ કરવાથી જે દોષી હશે તે પોતાનો દોષ છોડી દેશે અને જો તેને આવુ કર્યુ તો બધા તેને ઓળખી જશે.

માછલીઓએ દેડકાની વાત માની લીધી. બીજા દિવસે તેઓ ચારાની શોધમાં એકસાથે નીકળી. તેથી સાઁપને તે દિવસે ભૂખે રહેવું પડ્યુ. સાંપ પણ ઓછો નહોતો. તેને પાછળથી હુમલો કરી બે માછલીઓને પકડી લીધી. પણ બીજી માછલીઓએ તેને જોઈ લીધો. સાંપના બીકથી બધી માછલીઓ ભાગવા માંડી. કદી તે ઉપર આવતી તો કદી એકદમ નીચે ડુબકી લગાવતી.

હવે તેમને પોતાના શત્રુની જાણ થઈ ગઈ હતી. તેમને પોતાના બચાવની તૈયારી શરૂ કરી દીધી. થોડીક મોટી માછલીઓ દૂર રહીને ચોકીદારી કરતી. સાંપ પણ હવે ચિડાઈને તેમની પર હુમલો બોલાવતો પણ બહુ ઓછી માછલીઓ તેના પકડમાં આવતી. એક દિવસે મછીયારાએ પાણીમાં માછલી પકડવા જાળ બીછાવી. બહુ બધી માછલીઓ તેમાં સપડાઈ ગઈ. 

સાંપ પણ માછલીઓની પાછળ પાછળ આવી રહ્યો હતો તેથી તે પણ જાળમાં ફસાઈ ગયો. સાપે એક માછલીના બચ્ચાને પોતાના મોઢામાં પકડી લીધુ આ જોઈને તે બચ્ચાંની માં એ તેને સાંપને પૂછડી પર બચકું ભર્યુ. સાંપને પીડાના કારણે પાછળ ખસવા ગયો તો તેના મોઢામાંથી માછલી નીકળી ગઈ. નાની માછલીએ જ્યારે જોયુ કે સાંપ તેની મમ્મીને મારવા જઈ રહ્યો છે તો તેને પણ સાંપને બચકુ ભર્યુ. ફરી સાંપ નાની માછલી તરફ ફર્યો તો તેની મમ્મીએ તેને બચકુ ભર્યુ.

બીજી માછલીઓએ જ્યારે આ જોયુ તો તેમનુ સાહસ વધી ગયુ અને તે પણ સાંપ પર તુટી પડી. સાંપ તો લોહીલુહાણ થઈ ગયો આથી તેને ત્યાંથી ભાગવામાં જ સમજદારી સમજી, પણ સામે જાળ બિછાવેલી હતી. 

તેણે ઝડપથી એક જગ્યાએથી જાળને કાપવાનું શરુ કર્યુ અને તેમાં એક મોટુ કાણું પાડીને ત્યાંથી ભાગવા માંડ્યો. માછલીઓ પણ તેનો પીછો કરવા માછલીઓને માંડી. ઘાયલ સાંપ દેડકા પાસે ગયો. અને બોલ્યો ' ન્યાય કરો, આ સાચુ છે કે હુ આ માછલીઓને ખાતો રહ્યો છુ, પણ આજે મેં જાળ કાપીને આ લોકોનો જીવ બચાવ્યો છે. 

દેડકાએ થોડીવાર વિચાર્યુ પછી બોલ્યો - ' જાળ તો તે તારો જીવ બચાવવા કાપી છે. જેની સાથે-સાથે માછલીઓની પણ રક્ષા થઈ ગઈ. જો માછલીઓ તને પોતાનો શુભચિંતક માનીને તારા પર વિશ્વાસ કરે તો તેમને તુ ફરી ખાવાનું શરુ કરી દઈશ. આજે માછલીઓને પોતાની એકતાની શક્તિનું ભાન થયુ છે. હુ તારો પક્ષ નહી ખેંચુ. તારે આ સ્થાન છોડીને જવું પડશે. સાંપ ત્યાંથી જતો રહ્યો અને બધી માછલીઓ પ્રેમપૂર્વક રહેવા માંડી
                                                               _ _ _ _ _ _ _ _ _


                                                                    Think Big...

સમસ્યાઓથી ઘેરાયેલો એક યુવાન પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક વિદ્વાન પાસે ગયો. 
આ યુવાનની વાતો સાંભળતા જ વિદ્વાનને સમજાઇ ગયુ કે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઇ ગયો છે.

વિદ્વાને આ યુવાનને પાણીનો એક ગ્લાસ આપ્યો અને આ ગ્લાસમાં મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ. 

યુવાને તો એને સાદા પાણીનો ગ્લાસ સમજીને મોઢે માંડ્યો. હજુ તો સહેજ પાણી મોઢામાં ગયુ કે તુરંત જ ઉભો થઇ ગયો અને ' થું.....થું......' કરવા લાગ્યો.
વિદ્વાને પુછ્યુ , " કેમ ભાઇ શું થયું ? કેમ ઉભો થઇને પાણી બહાર થુકી આવ્યો ? " યુવાને ગુસ્સા સાથે કહ્યુ, " તમે પણ શું પંડીત થઇને આવી મશ્કરી કરો છો ! આટલુ ખારુ પાણી તે મોઢામાં જતુ હશે .. ?"

પંડીતે યુવાનની માફી માંગી અને પછી કહ્યુ " ચાલ આપણે બહાર ફરવા માટે જઇએ. તારા બધા જ સવાલના જવાબ તને ત્યાં આપીશ અને તારી સમસ્યાઓના ઉકેલ પણ તને બતાવીશ. "
યુવાન અને પંડીત ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું તળાવ હતુ એ તળાવના કાંઠા પર બંને બેઠા. વિદ્વાને પોતાના કોટના અંદરના ખીસ્સામાંથી એક નાની થેલી બહાર કાઢી તો તેમાં મીઠું હતુ.
યુવાન વિચારમાં પડી ગયો કે અહિયા તે મીઠાને શું કરવું હશે.. ? પેલા વિદ્વાને આ થેલીમાંથી એક મુઠી ભરીને મીઠુ તળાવમાં નાખ્યું. થોડીવાર પછી યુવાનને કહ્યુ " બેટા હવે જરા આ તળાવનું પાણી પી અને મને જણાવ કે તને પાણી કેવુ લાગે છે."
યુવાને તળાવમાંથી ખોબો ભરીને પાણી પીધુ અને પછી વિદ્વાનને કહ્યુ , " પંડીતજી પાણી સરસ મીઠું છે અને તમે જે મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ તળાવમાં એની કોઇ અસર આ પાણીની મીઠાશ પર થઇ નથી. "

વિદ્વાને યુવાનને કહ્યુ " 
અરે, ભાઇ ઘરે પાણીના ગ્લાસમાં પણ એક મુઠી મીઠું નાખ્યુ હતું ત્યારે તો મીઠાની અસર થઇ હતી તો અત્યારે કેમ ના થઇ..? " યુવાન કહે, " પંડીતજી તમે પણ કેવી વાત કરો છો ! ઘરે જે પાણીમાં એક મુઠી મીઠુ નાખ્યુ તે પાણીનો જથ્થો ઓછો હતો એટલે અસર થઇ અને અહિંયા પાણીનો જથ્થો વધુ છે એટલે અસર ન થઇ. "
વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડી અને પ્રેમથી કહ્યુ , 

" બેટા સમસ્યા તો આ મુઠીભર મીઠા જેટલી એક સરખી જ હોય છે પણ જો આપણે આપણા વિચારોનું વાસણ મોટુ કરી દઇએ તો એ સમસ્યાની કોઇ અસર ન થાય. "

મિત્રો , 

આપણા વિચારોરુપી જળનો જથ્થો જો પુરતા પ્રમાણમાં હશે તો આવનારી સમસ્યાની કોઇ વિપરિત અસર જીવન પર નહી પડે. સમસ્યાની અસર હકારાત્મક વિચારોના અભાવને કારણે જ વધુ અનુભવાતી હોય છે...
                 - - - - - - - - - 

No comments:

Post a Comment